Posts

Showing posts from October, 2024

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Image
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન

Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં.

Image
Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં. આજરોજ તારીખ : 17-10-2024નાં દિને ચીખલી અને ખેરગામ તાલુકાના રૂમલા ચીકારપાડા પ્રાથમિક શાળા, ચીખલી ખેરગામ એસ.એચ., ઘેજ બીડ કણબીવાડ, તલાવચોરા મોટા ફળિયા તથા તલાવચોરા ડેન્સા ફળિયા જેવા વિવિધ સ્થળો ખાતેથી અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યા હતા. જેમાં દરેક ગામનાં અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો તથા હોદ્દેદારો અને  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત  સૌને નરેશભાઇ પટેલે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates

કાકડવેરી ગામ,તા.ખેરગામ જિ.નવસારી

Image
  કાકડવેરી   ભારત   દેશના પશ્ચિમ ભાગમાં આવેલા   ગુજરાત રાજ્યના   દક્ષિણ ભાગમાં આવેલા તથા   વલસાડ જિલ્લાનું   વિભાજન કરી નવા બનાવવામાં આવેલા   નવસારી જિલ્લામાં   આવેલ   ખેરગામ તાલુકામાં   આવેલું એક ગામ છે. કાકડવેરી ગામમાં   પ્રાથમિક શાળા , દૂધની ડેરી,   આંગણવાડી ,   પંચાયતઘર   જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય   ખેતી ,   ખેતમજૂરી   તેમ જ   પશુપાલન   છે. આ ગામમાં મુખ્યત્વે   ડાંગર ,   શેરડી ,   કેરી   તેમ જ   શાકભાજીના   પાકની   ખેતી   કરવામાં આવે છે. કાકડવેરી —   ગામ   —   કાકડવેરી   કાકડવેરીનું ગુજરાત  અને  ભારતમાં  સ્થાન અક્ષાંશ-રેખાંશ 20°45′29″N   73°03′48″E દેશ   ભારત રાજ્ય ગુજરાત જિલ્લો નવસારી તાલુકો ખેરગામ અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી , હિંદી [૧] સમય ક્ષેત્ર ભારતીય માનક સમય  ( +૦૫:૩૦ ) સગવડો પ્રાથમિક શાળા ,  પંચાયતઘર ,  આંગણવાડી , દૂધની ડેરી મુખ્ય વ્યવસાય ખેતી ,  ખેતમજૂરી ,  પશુપાલન મુખ્ય ખેતપેદાશ ડાંગર ,  શેરડી ,  કેરી  તેમજ  શાકભાજી Courtesy: Wikipedia (તમામ હકો વિકિપીડિયા આધીન રહેશે.)