યુવા ગૃપ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સેમિનાર

યુવા ગૃપ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સેમિનાર કાકડવેરી ગામમાં યુવા ગૃપના સૌજન્યથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 92 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સેમિનારનું માર્ગદર્શન અને પ્રેરણા આ સેમિનારનું સંચાલન ગામના જ યુવા મિત્ર શ્રી ભુપેન્દ્રભાઈ વૈયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી નરેન્દ્ર યુ. પટેલ (ગામના પ્રથમ નાગરિક) ના નેજા હેઠળ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા. ત્રણ કલાક ચાલેલા આ સત્ર દરમિયાન અનુભવી લેકચર્સે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે મહત્વની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું. વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા પરીક્ષા પૂર્વે આત્મવિશ્વાસ વધે અને અભ્યાસની યોગ્ય પદ્ધતિ વિકસે તે માટે વિશેષ ઉપદેશો આપવામાં આવ્યા. દરેક વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી કીટ્સ વિતરણ કરવામાં આવ્યા. સફળતા માટે યોગ્ય સમય વ્યવસ્થાપન, યાદશક્તિ વધારવા માટેની ટેકનિક્સ અને મનોવિજ્ઞાનિક પાસાઓ વિશે ચર્ચા કરવામાં આવી. સફળતાના શિલ્પી આ સેમિનારને સફળ બનાવવા ગામના વિવિધ યુવાનો અને ...