ખેરગામ તાલુકાની કાકડવેરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ખેરગામ તાલુકાની કાકડવેરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. ખેરગામ તાલુકાની કાકડવેરી પ્રાથમિક શાળાએ તેના વિદ્યાર્થીઓ માટે એક અનોખો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું, જે ૫ ડિસેમ્બર, ૨૦૨૫થી ૭ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી યોજાયો. આ ત્રણ દિવસીય પ્રવાસમાં શાળાના 43 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોની ટીમે ગુજરાતના પ્રસિદ્ધ ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી, જેમણે વિદ્યાર્થીઓને ભારતીય વારસા અને પર્યાવરણ સંરક્ષણ વિશે અમૂલ્ય જ્ઞાન આપ્યું. પ્રવાસની શરૂઆત બહુચરાજીના પવિત્ર મંદિરથી થઈ, જ્યાં વિદ્યાર્થીઓએ લોકદેવીના આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ (પાટણ), સહસ્ત્રલિંગ તળાવ, ઊંઝાનું ઉમિયા માતાનું મંદિર, માંગળ્યવન, કોટેશ્વર મહાદેવ મંદિર (વડનગર), અડાલજની વાવ, અક્ષરધામ મંદિર (ગાંધીનગર), વિધાનસભા ગૃહ, અમદાવાદનું વૈષ્ણવ મંદિર અને કાંકરિયા તળાવ જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવી. આ દરેક સ્થળે વિદ્યાર્થીઓને મધ્યયુગીન સ્થાપત્ય કળા, હિંદુ ધર્મની ગહનતા, રાજકીય વ્યવસ્થા અને પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું. શાળાના શિક્ષકશ્રી નીતિનભાઇ પટેલે...